(૪૧) (નેમકુમાર પોતાની સંપત્તિ લોકોમાં વહેચવા માંડી. સત્યભામા રાજુલને છેલ્લીવાર સમજાવવાનો પ્રયાસ કરવા જાય છે. હવે આગળ...) જેમ નૌકા દરેકને તારે... તેમ જ નેમકુમારે રાજુલને માર્ગ બતાવ્યો અને રાજુલે રહનેમિને. "અમારા વાજાં...." "હા, તમારા વળી. એમને પણ હવે દિવસે ને દિવસે વિરક્તિનો રંગ ચડતો જાય છે." સત્યભામાએ રાજુલને થોડો ગુસ્સામાં કહ્યું. "નવાઈની વાત આ તો..." રાજુલ આટલું બોલી અને સત્યભામા વધારે ચીડાઈ. "બોલ્યાં, નવાઈની વાત... પોતે જ તો આ બધું કર્યું છે. અને પાછી અજાણી થાય છે. તું તો મને લાગે છે કે તારું ચાલે તો આખા યાદવકુળનું નામોનિશાન મટાડી દે." "મારા માથે આવો આક્ષેપ?" "સાચી વાત છે. બધા સાધુ