રાજવી : પ્રીતની નવી રીત - 40

  • 2.9k
  • 1k

(૪૦) (નેમકુમાર પોતાના ભાગની સંપત્તિ દાન કરવા માંગે છે. હવે આગળ...) એક જેને ત્યજે છે, એની પાછળ બીજું ગાંડાની માફક ભમે છે. માનવ સ્વભાવ તારી પણ બલિહારી છે. શતાયુ આગળ ન વિચારી શકયો. ધીમે ધીમે તો આખો રાજમાર્ગ પ્રજાથી ઊભરાઈ ગયો. નેમકુમારે છુટ્ટે હાથે ચારે બાજુ ધન વેરવા માંડયું. છતાં રાજ્યલક્ષ્મી  એક દિવસમાં કંઈ ઓછી ખૂટી જાય? અને કુમારને પણ વિચાર આવ્યો કે આમ તો શિબિકા ઉપાડનારા પણ થાકી જશે. હવે શું કરવું? "શતાયુ... શિબિકા પાછી લઈ લે. આમ તો તમે બધા થાકી જશો. કાલે આપણે સવારે પાછા નીકળીશું." નેમકુમારે શતાયુને આજ્ઞા કરી. "જેવી આજ્ઞા, કુમાર." અને શિબિકા મહેલ પ્રતિ