(૩૯) (રહનેમિ રાજુલ તરફ વિકારી નજરથી જોવા બદલ નેમકુમાર આગળ સ્વીકારે છે અને દંડ માંગે છે. હવે આગળ...) "તમે નહિ પણ તમારું સમગ્ર જીવન મને માર્ગદર્શન કરશે." રહનેમિ બોલ્યો તો નેમકુમારે હસતા હસતા કહ્યું. "મારા પર રિસાયો?" "તમારા જેવા અવધૂત અને યોગીને રીસની કે રોષની અસર ઓછી થવાની છે?" તેને પણ સસ્મિત જવાબ આપ્યો. "હવે પિતાજી પાસે જઈ આવું." "અરે, હા, ઠીક યાદ આવ્યું. તું એમને સમજાવજે કે મારી પાછળ એ નાહકનાં તાપ ન વેઠે." "મને લાગે છે કે તમે સૌને જોગી બનાવીને જ જંપશો." અને હસતો હસતો રહનેમિ બહાર નીકળી ગયો. નેમકુમારને તે જ દિવસે વિચાર આવ્યો કે હવે