(૩૭) (રહનેમિ રાજુલને પોતાની જીવનસંગીની બનાવવા વીનવે છે. હવે આગળ...) "તમે તમારા ભાઈને સાચા સ્વરૂપમાં સમજ્યા જ નથી. જે રૂપ, ગુણ, વૈભવ તમને આકર્ષે છે. એ એમનું એક નાનું સરખું રુંવાડું પણ ન ફરકાવી શકયા. દેહસૌષ્ઠવ, અવનવી સૌંદર્યછટા એમના અંતરને ન હલાવી શકી. હવે બોલો, એ આત્માની ઉચ્ચતા આપણામાં કયાંય દેખાય છે?" "તમારા જીવનને એ કેટલું બધું દુઃખદ અને કરુણ બનાવી ગયા? એક નારીના અંતરને તોડી નાંખવાનું પાપ જેવું તેવું ન ગણાય." "અને એક સામાન્ય કન્યાના આત્માને મુક્તિના ગાન સંભળાવી એને ઉચ્ચ માર્ગે વાળવાનું પુણ્ય પણ નાનું સૂનું તો નથી જ ને?" રાજુલ કોઈ અલૌકિક ભાવે બોલતી હોય એમ પ્રત્યેક