અવનીની વાત સાંભળીને બાજુમાં ઉભેલા બધાં સ્તબધ બની એકબીજાનાં ચહેરા તરફ જોવા લાગે છે. આકાશ સમીર તરફ જોવા લાગ્યો. સમીર : " આકાશ યાર....આપણો મગજ ત્યારે કામ કેમ ના કર્યો ! જ્યારે પિયુષને દવાની દુર્ગંધથી એલર્જી હોવાં છતાં, હોસ્પિટલમાં કાકાની તબિયતનુ ધ્યાન રાખવા પોતે હોસ્પિટલમાં રોકાઇ જવાની હા પાડી.આકાશ : " અરે યાર....આ બધું શું થઇ રહ્યું છે ? પોતાના બન્ને હાથવડે માથા પર હાથ મુકીને નિસાસો નાખીને કહ્યું. સમીર પહેલાં પિયુષ બહાર ઉભો હતો અને અવનીને ઘરે લઇ જવા આવ્યો બરાબર " ?સમીર : " હા બરાબર પિયુષ સાથે અવની ઘરે આવવા નીકળી ".આકાશ : " થોડીવાર રહીને ફરીથી