પરિતા - ભાગ - 9

(13)
  • 3.5k
  • 2k

એક રાત્રે પરિતા વિચાર કરતી બેઠી હતી, 'હજી તો લગ્ન જીવન જ બરાબર સમજમાં આવી નથી રહ્યું ત્યાં આવનાર આ બાળક. પપ્પાની તબિયત લથડતાં પોતે પરણી જવાનો લીધેલો નિર્ણય અને હવે આ બાળક...,' એને આ બધું પોતે ભરેલું ઉતાવળિયું પગલું લાગી રહ્યું હતું. જોત - જોતામાં એનાં નવ મહિના પૂરા થઈ ગયાં હતાં ને એણે એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એણે પુત્રને જન્મ આપ્યો હોવાથી સાસુ - સસરા, સમર્થ બધાં જ એની પર ખૂબ જ ખુશ થયાં હતાં. પરિતાને આ વાત પણ મનમાં ખટકી હતી કે જો એણે પુત્રીને જન્મ આપ્યો હોત તો કદાચ આ લોકો આટલાં ખુશ ન