શમણાંના ઝરૂખેથી - ૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..?

  • 3.2k
  • 1
  • 1.5k

૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..? "એટલે.. એમ કે, બધાનાં કામની રીત જુદી, રસોઈનો સમય, ચા-નાસ્તાનો સમય.., ઘરનું કામ-કાજ; બધું જુદું પડે.. નવું લાગે, પણ હવે સેટ થવા લાગ્યું છે. નમ્રતાએ સ્પષ્ટતા કરી, પણ સરયુબહેનનાં મનમાં દીકરીને લઈને થતી ચિંતા ઓછી ન થઈ, પણ તેમણે સાંત્વના આપતા કહ્યું.. "એ તો થઈ જશે. તારા સાસુનો સ્વભાવ સરસ છે, તને સેટ થતાં વાર નહીં લાગે. પણ, તું ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતી એવું લાગે છે..,જોને, કેટલી સુકાય ગઈ છો!.. અને, કામનો ભાર અચાનક માથે આવી ગયો, મારી ચકુને!" પિતાથી પણ બોલ્યા વગર રહેવાયું નહીં, "ચકુ, તારા સાસુએ તને અહીં મોકલી એ ખૂબ સારું કર્યું.