હમણાં રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે , તો આ સાંપ્રત સમયમાં આ નિબંધ ઉલ્લેખનીય છે એવું મારું મંતવ્ય છે( આ નિબંધ મેં સ્પર્ધા માં મોકલ્યો હતો પણ કદાચ સ્પર્ધા આગળ વધી જ ન હતી) યુધ્ધ સ્થિતિ માં નાગરિકોની ફરજ યુધ્ધસ્ય કથા રમ્યા.....સંસ્કૃત સુભાષિત ની પહેલી લીટી છે....યુધ્ધ ની કથા રમણીય હોય છે પણ વ્યથા પણ એટલી જ હોય છે...યુધ્ધ એટલે શું?યુદ્ધની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો યુધ્ધ એટલે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે રાજકીય હેતુ, સીમા વિવાદ માટે વિશાળ ફલક પર થતો સશસ્ત્ર સંઘર્ષ, જેનો ઉદ્દેશ દુશ્મન પર વિજય મેળવવાનો હોય છે... અને એમ જોવા જઇએ તો શાંતિ માટે પણ યુધ્ધ