Mi Fi એક પ્રેમકથા 2050 મા

  • 3.7k
  • 2
  • 1.5k

સમય - 2050 " ના, એ ક્યારેય શક્ય નથી!" કેશવ શિન્હા પાણીના તટસ્થ અણુના સ્પંદનવાળા અવાજે બોલ્યા. " પણ સર… " એડવિક અસ્થિર ઇલેક્ટ્રોન જેમ ધ્રુજતા અવાજે બોલ્યો. " તું ઇચ્છે છે કે Mi - fi નો ઉપયોગ તું તારી પર્સનલ લવ સ્ટોરી માટે કરે અને હું તેના માટે તને પરમિશન આપુ એમ? " કેશવ શિન્હાનો અવાજ તટસ્થ અણુમાથી પણ થોડો કરંટ અનુભવાતો હોઈ એમ થોડો તીવ્ર થયો. " સર આપ મારા કહેવાનો અર્થ સમજી નથી રહ્યા!" એડવિક થોડા વિનંતીવાળા અવાજે કેશવ શિન્હાને સમજાવવા મથી રહ્યો હતો. " હું માત્ર એટલું સમજી રહ્યો છું કે હું તને Mi fiનો ઉપયોગ