અમે સરકારે આપેલ ઉતારે આવી ત્યાં સાઉથ ઇન્ડિયન ભોજન કર્યું. ત્યાં તો ત્યાં નવા નિમાએલા લેફ્ટેનન્ટ ગવર્નર સાહેબ મારા દાદા અને સ્વાતંત્ર્યસેનાની સાથીઓને મળવા આવ્યા. દાદા અને સાથીઓને એમણે કહ્યું, "આપ સહુને અહીંના આદિવાસીઓ સિવાયના આ ટાપુના મૂળ રહેવાસીઓ કહું તો ખોટું નથી. એ જેલમાં તમે સહુ હતા એ વાતને બત્રીસ ઉપર વર્ષ થઈ ગયાં. હવે 1947 ઓગસ્ટથી ભારત આઝાદ દેશ છે અને આંદામાન એ સ્વતંત્ર રાષ્ટ્રનો જ એક ટુકડો છે."વચ્ચે ચારુદત્ત દાદાએ કહ્યું, "સર, આંદામાન પ્રદેશ તો એ પહેલાં 1945માં જ સ્વતંત્ર થઈ ગયેલો. 1942માં જાપાને અંદામાનનો કબજો લઈ લીધો અને બ્રિટિશરોને અહીંની આ જ જેલમાં પૂર્યા. એ પછી