રુદયમંથન - 30 - છેલ્લો ભાગ

(32)
  • 2.8k
  • 1.3k

છમછમ કરતી નાની પગલીઓ ચોગાનમાં ચાલી રહી હતી, કાલીઘેલી ભાષામાં લવારીઓ સંભળાઈ રહી હતી, આજુબાજુ ટોળે વળીને બેસેલા સૌની નજર એ બાળકી પર જ ટકી રહી હતી, એ ચોગાન બીજું કોઈ નહિ શાંતિસદનનું હતું, ધર્મદાદાના રતનપુરાનું એ જ શાંતિસદન જેનો વિલના વિભાજન વખતે કોઈ ઉલ્લેખ જ નહોતો, તોય આખો દેસાઈ પરિવાર અહીં એક છત નીચે રહે છે. દાદાના ગુજરી ગયાને પાંચ વર્ષ થઈ ગયાં, દેસાઈ પરિવારની એ કસોટીના પણ! મહર્ષિ અને ઋતાના લગ્ન ધામધૂમથી કરાવડવ્યા, એમનાં જીવનમાં દ્વિજા નામનું ફૂલ ખીલ્યું, જાણે એમનાં જીવનમાં નવો જન્મ! પાંચ વર્ષ પહેલાં ચાલી રહેલી સવાસો કરોડની પ્રોપર્ટીની લ્હાયમાં રતનપુરા આવેલ દરેક એ કસોટી