પસંદગીનો કળશ - ભાગ 2

(42)
  • 3.5k
  • 1
  • 1.6k

પસંદગીનો કળશ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે. એવામાં પરીક્ષા આવી જાય છે ને પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષા આપે છે. હવે તેઓ બંને પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા હોય છે. પણ કુદરત તેમના જીવનમાં કંઇક બીજું જ કરવા માંગતી હોય છે. પલક અને તેના કલાસના બીજા મિત્રો કયાંક પ્રાઇવેટ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતા હતા. તેમણે પલક અને તેના ભાઇને કહ્યું કે, ચલો તમે પણ. જયાં સુધી સરકારી નોકરી ન મળે ત્યાં સુધી આમ બેસી ન રહેવાય.