નેહડો ( The heart of Gir ) - 30

(28)
  • 5.5k
  • 2
  • 3.1k

અમુઆતાની આજની વાત સાંભળતા સાંભળતા રોંઢો થવા આવ્યો હતો. ભૂખની અસરથી બંને બાળ ગોવાળિયાનાં મોઢા થોડા લંઘાવા લાગ્યા હતા. પણ ગીરનાં પાઠ શીખવાની ક્યાંય નિશાળ હોતી નથી. ગીરનાં પાઠ તો ગીરમાં રહીને શીખવા મળે. ગીરનાં પાઠ ભણવા માટે ગીરને અનુભવવી પડે. જેમાં આખો દાડો ભૂખ્યા રહેવું, તરસ વેઠવી, કેટલાંય કિલોમીટર સુધી ચાલવું. ટાઢ, તડકો, વરસાદ વેઠવો. જંગલી જનાવર સામે આવી જાય તો નીડરતાથી તેમાંથી બચવું. આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને જ ગીરનો માલધારી અને ગોવાલણ ખડતલ, બહાદુર, કુદરતી તત્વોને પૂજનારા, ભગવાનમાં આસ્થા રાખનારા, જંગલનાં રક્ષક અને સાચું બોલનારા,મહેમાનને ભગવાન માનનારા હોય છે. રાધીનાં લોહીમાં જ ગીર હતું. તેથી તે ગીરમાં