માય લાઇફ માય વે

  • 4.2k
  • 1.5k

અનિરુધ્ધ અને મિનાક્ષીના લગ્નને ૩૫ વર્ષપૂરા થયા હતા. કભી ખુશી કભી ગમ જેવા આ ૩૫ વર્ષ દરમિયાન બંને દિકરો રાગ અને એક દિકરી રાગિણી ના માતા પિતા બન્યા. બંને બાળકો ભણીગણી અને પરણીને વિદેશમાં પોતપોતાની જિંદગીમાં સરસ સેટલ છે. આજે અનિરુધ્ધ એની નોકરીમાંથી રિટાયર થવાનો છે. આજે નોકરીમાં એનો છેલ્લો દિવસ છે. એટલે અનિરુધ્ધ માટે આજે પાછો કભી ખુશી કભી ગમ જેવો દિવસ છે. પણ મિનાક્ષી આજે ઘણી ખુશ છે. એણે આજની સાંજ માટે પ્લાન કરી રાખ્યો છે.અનિરુધ્ધને સરપ્રાઇઝ આપવા એને ભાવતી વાનગીઓ બનાવી છે. રંગબેરંગી સુગંધી ફૂલો વડે અનિરુધ્ધનું “વેલકમ હોમ” લખેલા પોસ્ટર સાથે સ્વાગત કરવાની તૈયારી કરી રહી