"આખરે યાતનાના અંત માટે ઘનઘોર કાળાં વાદળો વચ્ચે સોનેરી કિનારે દેખાઈ. બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું અને જર્મની, જાપાન સામે બ્રિટિશરોનું પલ્લું નમતું થયું. અમને એમ કે હવે અમે ટૂંક સમયમાં છૂટશું પણ એમ યાતનાનો અંત ક્યાંથી?મહાવીરસિંઘનાં ફેફસાંઓમાં પરાણે ઠાલવેલું દૂધ ભરાઈ જઈ તે મૃત્યુ પામ્યો પછી હડતાલે જોર પકડ્યું. અમે નક્કી કર્યું કે આ પાર કે પેલે પાર. મરવું જ છે તો ભારતીયો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રતાપ બતાવી મરીએ." આજે જેલના એ પીપળાના થડ આસપાસના ઓટલે ગોઠવાતાં વિઠ્ઠલરાવે કહ્યું."એક દિવસ આ દત્ત મહાશયે જ સૂચવ્યા મુજબ ફરી જ્યાં સુધી અમાનુષી મજૂરી જેવી કે ઘાણી આસપાસ સતત ફરી તેલ કાઢવું,