નવલભાઇ જોષી સહુથી શીરમોર ટીચર.વાઇટએન્ડ વાઇટ પેન્ટશર્ટ ઇન કરેલુંહોય કાળો ચામડાનો બોલ્ટ હોય સફેદ ચંપલ હોય ,એક હાથ આગળ અને એક હાથ પાછળ હોય,અસ્ખલીત વાણી ઘેઘૂર અવાજ સ્વપ્નિલ આંખો..એ જે ભણાવે તે રસગંગાંમા દરેક વિદ્યાર્થીઓ વહેતા રહે બસ એક ભવગંગાંમા ડૂબકી કહોકે સમાધિમાં ડૂબી જ જાય.આજે એમને હિંદીનો પરિયડ પુરો થયો નાની રીસેસમા પહેલા ખોળાની કવિતાની બુક ‘ઉલાળીયો ‘દેખાડતા ચંદ્રકાંતે ચોખવટ કરી "હું પદ્યમા થોડુ લખુ છું મને આપનુ ગાઇડન્સ જોઇએ છીએ...ઉપર છલ્લી નજર નાખી તેમણે મને કહ્યુ જો આ કિશોરભાઇ મહેતા તને ગાઇડ કરશે ...આતો જા બિલાડી મોભામોભ થયુ !પણ કવિતાઓ ચંદ્રકાંતને ઝળોની જેમ વળગેલી એટલે બાજુમા લેંધા ઝબ્બામા