ફોરવર્ડ રત્નનાં શિરમોર હતા શેઠ સાહેબ .અંક ગણીતના શિક્ષક...ગમે તેવો તોફાની વિદ્યાર્થી શેઠ સાહેબના પરિયડમા શાંત થઇને ભણે જ ભણે એવુ શું હતુ એ મહાશિક્ષકમા ? સાધારણ પાંચ ફુટ ચાર ઇંચની ઉંચાઇ..શરીરનો રંગ તાંમ્રવર્ણો...શરીર એકદમ નાજુક .યુનિફોર્મ જવો ફિક્સ ડ્રેસ...સફેદ પેંટ સફેદ શર્ટ ઇન કરેલુ આછા બદામી કલ્પનો કોટ ક્લીન શેવ ચહેરો ઝીણી ગોળ આંખો માથા ઉપર ગોળ કાળી ટોપી પગમા મોજા વગરના કાળા બુટ પેન્ટને પકડી રાખવા પટ્ટો નહી દોરી...!મધુર અવાજ...મૂળ ફોરવર્ડ સ્કુલનાં સ્થાપક વિઠલાણી સાહેબ સાથે કંધેકંધા મિલાવી પહેલી સ્કુલ માણેકપરામા ઉભી કરી હતી તેને રામજીભાઇ કમાણીએ અઢળક દાન આપી વિશાળ સ્કુલ રાજમહેલ ચિતલરોડના ચોક પાંસે બનાવી હતી