કોને ભૂલું ને કોને સમરું રે - 50

  • 2.4k
  • 1.2k

એક પીજરામાથી છુટ્ટા થઇ આકાશને આંબવાની હામ ભીડતા ચંદ્રકાંતને ફોરવર્ડના એક એક શિક્ષકોના પરિચયમા આવતા એવુ જ લાગ્યુ કે આ બધા શિક્ષકો ફોરવર્ડના દરબારના નવરત્ન છે..પહેલો દિવસ પહેલો પરિયડ એક લાંબા પાતળા ગોરા સાહેબનો વિજ્ઞાનનો પરિયડ...એ રસીકભાઇ શાહ એટલે બાપુજીના મિત્ર વકિલ રતીલાલ સુંદરજી શાહ ના ભત્રીજા(?)ગજબની વિષય ઉપર પક્કડ ...સરળ ભાષામા ગળે શીરાની જેમ ઉતરતુ ગયુ વિજ્ઞાન.જીણો મીઠો અવાજ તીક્ષ્ણ નજર તિવ્ર નિરીક્ષણ ફિઝીક્સ એટલે ભૌતિકશાશ્ત્રમાં ચંદ્રકાંતને એવા રસઘોયા કરી દીધા કે ચંદ્રકાંત દિવાસ્વપ્નો જોતા થઇ ગયા બાયોલોજી એટલું જીવંત શિખડાવે કે તમે જાતે શરીરશાસ્ત્રમા ઊતરી જાવ.પણ..ચંદ્રકાંતે માર્ક કરી લીધુ કે સાહેબના હાથ ચોકવાળા હોય અને સાવ પતલુ શરીર