કોને ભૂલું ને કોને સમરું રે - 48

  • 2.3k
  • 1.3k

જમીને બધાને તૈયાર થવાનુ હતુ...એટલે સહુ ફ્રેશ થવા દોડ્યા . અમારો ઉતારો કનકાઇ મંદિર બહાર એક ઝાળીવાળી ડબલરુમ જે નાનકડી ટેકરી ઉપર હતી ત્યાં હતો .નાનકડી ઓંશરીમા ચારે બાજુ ઉભા સળીયાની જાળી લાગી હતી તેની અંદર બે રુમ હતી એકમા લેડીઝ એકમા જેન્ટસ એમ ગોઠવાયુ હતુ...દસ ગાદલા ઓશીકા રજાઇ કનકાઇ મંદિરના સ્ટાફનો માણસ મુકીને કહેતો ગયો "એ હટ કરજો ટ્ર્રેક્ટર આવી ગ્યું સે..." અમે સહુ ટ્રેક્ટરમા ગોઠવાયા ત્યારે અમુકાકાના હાથમા મોટી બેટરી હતી પણ ખીસ્સામા કંઇક વજનદાર લટકતુ હતુ...ટ્રેક્ટર આગળની સીટમા કાકા અને એક ઝીણકુડો પાંચ ફુટ બે ઇંચનો સીપાઇ તેની સાઇઝના થ્રી નોટ થ્રી લઇને બેસી ગયો... નદી પાર