સવારના બધા શિબિરાર્થીઓની સાથે માનદાદા ,જુગતરામભાઇ મનસુખરામભાઇ જોબનપુત્રા અરુણભાઇ મીરાબેન બેઠા હતા ત્યારે માનદાદાએ સવાલ પુછ્યો..."આજે શિબિર પુરીથઇ ગઇ .તમે સહુ અંહી આવીને શું શીખ્યા...?તમારા વિચારો જણાવો ... બધા એક પછી એક પોતપોતાની રીતે રજુઆત કરી રહ્યા હતા.ચંદ્રકાંતે કહ્યુ કે "આજના સમયમા કેટલાક ગાંધીવિચારો અપ્રસ્તુત થઇ ગયા છે કારણકે બાપુએ જે વિચારો રજુ કરીને સમાજની રચનાની પરિકલ્પના કરેલી તેવો સમાજ આઝાદી પછી થયો નહી આપ સહુ પાયાના પથ્થરો આ વાત જાણો છો,જોકે તેથી બધ્ધા વિચારો કે વિચારધારાને નવેસરથી ઘુંટવાની જરુર મને લાગે છે..બાપુએ પોતે પણ આવુ સમજીને કહેલુ કે હું સત્યનો પુજારી છું સત્ય નથી .હું કહું એ જ સત્ય