કોને ભૂલું ને કોને સમરું રે - 43

  • 2.2k
  • 1.2k

એ વરસે ઘરની સામે ડો.જીવરાજભાઇ મહેતાના બંગલામા પદ્મશ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતાની આર્ટસ કોલેજ ચાલુ થઇ .ડો.વસંત પરિખ અને મુનીમ સાહેબ સહીત થોડા પ્રોફેસરો સાથે શરુ થઇ .અંહી યાદદાસ્તમા કંઇક ભુલ ન હોય તો શાંતિનીકેતનથી ટોળીયા સાહેબ પણ કોલેજ સાથે જોડાયા હતા...રવિન્દ્ર સંગીતના અદભુત મરમી. એ દિવસે પંદરમી ઓગસ્ટ કદાચ હતી . મંડોરા થિયેટર નજીક કંસારા બજારને છેડે એક વિશાળ મંચ બાંધવાનાં આવેલો . એ જમાનાં મા ઘોડાગાડીમાં આઝાદી દિનનિમિત્તે અમરેલીમાં મફત નાટકનો શો ની જાહેરાત થઇ હતી .માનવ મેદની ઉતરાતી હતી .અવારનવાર થતા સાંસ્કૃતિક કાર્યક્રમમા એક નાટક જેમા કનુભાઇ સૂચક ,ચંદ્રકાંતનાં નાનામામાં મોટીબેનો અને ચંદ્રકાંત મુંગા પાત્ર તરીકે નક્કી થયા.