બંગલે રહેવા આવ્યા ત્યારથી અમારે ત્યાં ચંપાબેન કામ કરતા હતા...મુળ તેમના વર પોલીસ હતા પણ અચાનક માંદગીમા ગુજરી ગયા ત્યારે પાંચ વરસનો દિકરો હતો નાના દિયર બાબુભાઇ જાતજાતની કાળી મજુરી કરી અને ચંપાબેન અમારે ત્યાં ઘરકામ કરીને ત્યાં ઘર મેંબર જેવા બની ગયા...સવારથી આવી જાય અને અમારે ત્યાં જ જમે બપોરે આરામ કરે ચા પાણી પીવે અને સાંજે વધેલુ જમવાનુ લઇ જાય...ચંપાબેન ને આગળના દાંત બધા તુટી ગયેલા એટલે કાલુ કાલુ બોલે ....મરાઠી કછોટાવાળી સુતરાવ સાડી એ એમનો પહેરવેશ...... આ ચંપાબેને વીસ વરસથી વધારે વરસ અમારે ત્યાં કામ ક્યુ પણ તેમના દિયર બાબુભાઇનુ કિસ્મત કેવુ ચમક્યુ તેની કથા હજી યાદ