કોને ભૂલું ને કોને સમરું રે - 36

  • 2.4k
  • 1.2k

જયાબેનના લગ્ન પહેલા નવા અવતાર ધારી જગુભાઇ કઇ હસ્તી હતા, ચાલો એ વાતનો આજે પડદો ઉઠાવી લઇએ...છ ભાઇ બહેનમા એકલા જગુભાઇમા ઠાંસોઠાસ ગુસ્સો ભર્યો હતો. બહેનોથી કંઇ માંગે અને ન મળે તો છુટ્ટા કળશાના ધા કરે...તેલના ડબ્બા ઉંધા કર્યા હતા ...ઘરમાં તોડફોડનો કોઇ હિસાબ નહી .કોઇ તેની હડફેટે ન આવે..ક્યારેક શાકમાં તેલ કેમ ઓછું છે એવું પૂછવાનું નહી સીધ્ધો થાંળી નો ઘા કરે.મોટા કમુબેન હોય કે કાંતા બેન “એ જગુ આવ્યો “ખબર પડે એટલે રોટલી પાતળી વણીને એક એક આપવાની દાળ શાક બરાબર જ જોઇએ જો બરોબર ન હોયતો થાળી ફેંકી દે.એક વખત લક્ષ્મીમાંને ગુસ્સો આવ્યો “એલા જગુડા આ તારી