જગુભાઇનુ કુટુંબ એ નાનકડા જુની ઢબના નળીયાવાળા મકાનમા શીફ્ટ થયુ .બે ઘર વચ્ચે એક દરવાજે હતો જે જગુભાઇના ઘરના ફળીયાને જુના મહેલ જેવા બંગલાના ફળીયાને જોડતો હતો.અમે નાના ભાઇ બહેનો ક્યારેય છુટ્ટા પડ્યા નહોતા પણ એ જ નિયતિ હતી..ઘર નોખા થાય એટલે મન નોખા થાય .બે ધર વચ્ચેનોએ દરવાજો અનેક સંબંધોના ચડાવઉતાર વચ્ચે ભીસાતો રહ્યો .એક દિવસ બહુ તંગ સંબંધો વચ્ચે જગુભાઇએ બે ઘર વચ્ચેના દરવાજાને બંધ કરી તાળુ મારી દીધુ . ....... જગુભાઇના ઘરના રિવાજ પ્રમાણે રાત્રે સુતા પહેલા ગીતાજીના અઢારમા અધ્યાયના શ્લોકો બોલવામા આવતા અને પછી જગુભાઇ બેસુરા અવાજે "પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો" કે કોઇ વાર મુખડાની