કોને ભૂલું ને કોને સમરું રે - 33

  • 2.7k
  • 1.3k

"ભાઇ ,આજે વરુડી જવાય? મારે રસ્તામા શુળીયો ટીંબો આવે છે એ જોવો છે...ને વરુડીનો કુવો જોવો છે.હેં ભાઇ વરુડીના આ કૂવામાંથી આખા અમરેલીને મીઠું પાણી મળે છે એ વાત સાચી? એટલે દુર વરુડીથી તારવાડી પાણી આવે પછી ઉપર ટાંકીમાં ભરાય પછી આખા ગામને પાણી મળે આ વાત સાચી? તો આપણે ઘરે ડંકી છે તોય આપણે કેમ પાણી લઇએ છીએ? “જો ચંદ્રકાંત નદીનું પાણી હંમેશા મીઠું પાણી હોય . નદી ચોમાસામાં વહેતી હોય ત્યારે વરસાદનું પાણી તેમાં ભળે એ પણ મીઠું હોય બરોબર ?હવે ઇ પાણી જમીનમાં ઉતારે ત્યારે જમીનનાં ક્ષાર ભળે એટલે પાણી થોડું ઓછું મીઠું હોય . એટલે જ્યાં