કોને ભૂલું ને કોને સમરું રે - 31

  • 2.5k
  • 1.3k

વર્ષતો ક્યાંય ઝડપથી વિતિ ગયુ.. પરીક્ષા પતી ગઇ પછી એક દિવસ અચાનક શ્રીકેશી આવી...પહેલા તેનો પટ્ટાવાળો આવ્યો.”ચંદ્રભાઇને મળવા શ્રીકેશી આવે?” કોર્ટનો બેલિફ પોકાર કરે તેમ ચંદ્રકાંતનાં નામનો પોકાર સાંભળી ઘરના સહુ સ્તબ્ધ બની ગયા. આ શ્રીકેશીકોણ છે વળી ? કોઇક સરકારી સાહેબની છોકરી હશે . આમ જાણે મોટા લાટસાહેબઆવતા હોય તેમ પહેલા પટ્ટાવાળો આવીને આલબેલ પોકારે છે ?ચંદ્રકાંતે તો કોઇ દિવસ વાતેય નથી કરી . પણ જયાબેન વિચાર કરે ત્યાર પહેલાં એક દુબળી પાતળી નમણી સુંદર ફ્રોક પહેરેલી હસમુખી ચંદ્રકાંતની જેમ વાંકાચુકા દાંત બહુજરેશમી ફરફરતા બોબ્ડહેર વાળી છોકરીએ “નમસ્તે કાકી હું શ્રી..શ્રીકેશી ચંદ્રકાંતની મિત્ર “ ઘરના બધા ભાઇ બહેન અને