મોટી રીસેસની બેલ વાગી એટલે શ્રીકેશીએ પોતાનો નાસ્તાનો ડબ્બો લીધો અને ચંદ્રકાતને કહ્યુ "તું ડબ્બો લાવ્યો છે?" "હેં..?હે..? હા હા લાવ્યો છુને..."દફતરમાથી ડબ્બો કાઢીને દેખાડ્યો ... "તો ચાલ જલ્દી મને તો ભુખ લાગી છે..."એમ કહી ચંદ્રકાંતનો હાથ પકડીને ચાલવા લાગી...ચંદ્રકાંતને પહેલી વખત કોઇ દોરવતું હતું.ચંદ્રકાંત દોરવાનો હતો .અવશ કે વિવશ પણ ચાલતો રહ્યો.મનમાં પહેલી વખત તેને લાગ્યું કે કોઇ તેનું છે જે તેને દોરવી રહ્યું છે.આખી જીંદગી ફરી એ દોરવતો હાથ નમળ્યો નાની કોઇ ભાળ મળી .બસ ફક્ત એક વરસમાં ચંદ્રકાંતના એટલો પ્રેમ કુટી કુટીને ભર્યો કે એકલા પડે ત્યારે “વો બચપણ કાં દિન વો બારિસ કાં પાની”આંખથી વરસી પડે.ફરીરીસેસની