કોને ભૂલું ને કોને સમરું રે - 27

  • 2.5k
  • 1.3k

બન્ને મોટી બહેનો દોડીને આવી .જગુભાઇની લાલચોળ આંખ જોઇ બન્ને થથરી ગઇ..."બેય છોકરાવ ક્યાં? તમને કીધુતુને કે આ બે છોકરાવને છોડીને ક્યાંય ન જતા? આ બે ત્રણ લાખ માણસોની હૈયેહૈયુ દળાય એવી ગીરદીમા છોકરાવને કેમ શોધવા? મોટાબાપા અને નાનાકાકા પરિસ્થિતિ સમજી ગયા .તાબડતોબ અધિવેશન પોલીસને બોલાવી લીધી .જયાબેન ભયના માર્યા થરથર ધ્રુજતા હતા...બન્ને બહેનોની આંખમા શ્રાવણ ભાદરવો ચાલતો હતો...હવે આમ મારી સામે ઉભા રહેવાથી છોકરાવ મળશે ? બન્ને બહેનો એક એક કરતા કપડાની સો રુમની તપાસતા રૂમવાળાને પુછતી પુછતી બેબાકળી ફરતી હતી...બન્ને કાકા બાપા અલગ અલગ દિશામા દોડ્યા ચાર પુલીસ હવાલદાર અધિવેશન ગેટ ઉપર નાના છોકરાવ ઉપર બારીક નજર રાખી