ભાવનગરમા ગધેડીયામા ૧૯૫૬ કે ૫૭મા પહેલીવાર અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નુ અધિવેશન ભરાવાનુ નક્કી થયુ .જવાહરલાલ નહેરુચાચા તેમા પધારવાના હતા...ગામેગામ પુરાજોશમાં તૈયારીઓ ચાલતી હતી.અમરેલી સેવાદળમા બન્ને મોટી બહેનો લાઠીદાવની ટ્રેનીંગ લઇ વ્યવસ્થામા ગોઠવાવાના હતા...રોજ સવારે ખાદીના સફેદ પંજાબી પહેરી લાઠી લઇને બહેનો નિકળી પડે .સેવાદળમાં સહુને પહેલા લાઠીદાવ શિખવાડ્યા. પહેલા આક્રમણ કેમ કરવું પછી કોઇ આપણા ઉપર આક્રમણ કરે તો તેનો સામનો કેમ કરવો ? હાથ પગની પોઝીશન ક્યા હાથમાં લાઠી એમસખત ટ્રેઇનીંગ આપવાનાં આવી . એનો મોટો ફાયદો એ થયો કે બન્ને બહેનોને આત્મ વિશ્વાસ આવી ગયો .ડર નિકળી ગયો .હવે ઘરેથી વહેલી સવારે સેવાદળ જાય ત્યારે ચંદ્રકાંત બન્ને