એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૨

  • 3.9k
  • 2k

"અમે મતલબ હું અને સલોની"નકુલે કહ્યું. "તને લાગે છે કે તારે મને પૂછવાની જરૂર છે"જ્યોતિબેન બોલ્યા. "આઈ નો મમ્મી,પણ મને આદત છે" "અમુક આદતો સમય સાથે ચેન્જ કરી લેવી જોઈએ" "સારી આદતોને ક્યારેય ચેન્જ ના કરાય" "બેટા સમજ વાતને.અમુક વાતોને સ્પષ્ટતાથી નથી સમજાવી શકાતી.એટલું સમજ કે પહેલા તારી ફક્ત મારા અને તારા બિઝનેસ તરફની જવાબદારી હતી હવે સલોની અને એની ખુશી પણ તારી જવાબદારી છે" "મમ્મી દરેક વખતે કેમ છોકરાઓને જ જવાબદારીઓ સમજાવવામાં આવે છે.સલોની કેમ ના સમજે કે મારી ખુશી શેમાં છે" "એને પણ સમય આવશે ત્યારે કોઈ સમજાવશે અને કદાચ કોઈ નઈ સમજાવે તો સમય તો જરૂર સમજાવશે"