પરિતા - ભાગ - 8

(13)
  • 4.4k
  • 1.9k

સમર્થનાં મધમીઠા જેવા આ શબ્દોનાં જાદૂથી પરિતા હવે ઘરનાં કામોમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહી હતી. થોડા દિવસ માટે પોતાનાં ભણતરને અને નોકરી કરવાની વાતને બાજુ પર મૂકી દીધી હતી. એક દિવસ સવારે રસોઈ બનાવતાં - બનાવતાં એને અચાનક ચક્કર આવ્યાં અને એ જમીન પર પડી ગઈ. ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યાં. તપાસ કરતાં ખબર પડી કે 'ગુડ ન્યૂઝ' છે, પરિતા ગર્ભવતી હતી, એ સમર્થ અને પોતાનાં બાળકની માતા બનવાની હતી! ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બધાં બહુ જ ખુશ હતાં પણ પરિતાનાં મોઢાં પર ખુશી નહોતી પણ ઉપરછલ્લી ખુશી દેખાઈ રહી હતી. એ વધારે