સફેદ કોબ્રા - ભાગ 7

(27)
  • 4.7k
  • 3
  • 2.5k

સફેદ કોબ્રા ભાગ-7 વન મેન આર્મી "હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિના ખૂનીએ 'આ ડ્રગ્સનો ધંધો બંધ કરો નહિ તો તમારો સફાયો કરી દઇશ' ના પેમ્ફલેટ રમ્યા મૂર્તિની ઓફિસમાં અલગ-અલગ ખૂણામાં મુકી ડ્રગ્સ માફીયા જોડે દુશ્મની શું કરવા વ્હોરી રહ્યો છે? અને જો કોઇએ રમ્યા મૂર્તિ સાથેની ખાનગી અદાવતને લઇને એનું ખૂન કર્યું છે તો પછી આ પેમ્ફલેટ મુકવાનું કોઇ કારણ બનતું નથી." રાજવીર શેખાવત આવા વિચારોના વમળોના માધ્યમથી રમ્યા મૂર્તિના ખૂનીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. "સર, આપ શું વિચારી રહ્યા છો?" જયનો સવાલ સાંભળી રાજવીર એના વિચારોમાંથી બહાર આવ્યો હતો. "હું રમ્યા મૂર્તિના ખૂનીની સાઇકોલોજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો