સફેદ કોબ્રા - ભાગ 4

(25)
  • 4.5k
  • 4
  • 2.7k

સફેદ કોબ્રા ભાગ-4 લાશ ઉપર પૈસાની રમત રાત્રિના અગિયાર વાગે સલીમ સોપારી એના બે સાગરીતો સાથે નિશાના ફ્લેટ પાસે આવીને ડોરબેલ વગાડ્યો. નિશા થોડીવાર પહેલા જ પોતાનું કામ પતાવી બેડરૂમ આડી પડી હતી. ડોરબેલ સાંભળીએ દરવાજો ખોલવા બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવી ત્યાં સુધી બે થી ત્રણવાર ડોરબેલ વાગી ચુક્યો હતો. નિશાએ વિચાર્યા વગર દરવાજો ખોલ્યો અને સલીમ સોપારી એના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. નિશા જોરથી બૂમ પાડવા ગઈ. પરંતુ એક સાગરીતે એનું મોં દબાવી દીધું અને બીજાએ એને ધક્કો મારી સોફામાં બેસાડી લમણા ઉપર બંદૂક મૂકી દીધી હતી. સલીમ સોપરીએ ડાઈનિંગ ટેબલની ખુરશી લીધી અને