The Kashmir Files :આ ફિલ્મ વિશે પ્રથમ તો થોડું ટૂંકમાં જ અને જરા અલગ રીતે કહીશ. પ્રશ્નો દ્વારા...(૧) તમે દુનિયાના ઇતિહાસની ઘણી ટ્રેજેડી સંદર્ભે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાનો ફોટો અતિપ્રસિદ્ધ (વાયરલ/ઓળખાણ સ્વરૂપ) થયેલો જોયો હશે. શું કાશ્મીરી પંડિતો સાથે ઘટેલી ઘટના અંગે કશું પ્રસિદ્ધ થયું છે? (૨) જે તે સ્થળનો ઉલ્લેખ થાય એટલે તે સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ થાય. કાશ્મીર નામ જેમના નામ પરથી પડ્યું તે કશ્યપ ઋષિનું નામ કેમ યાદ નથી આવતું?(૩) ફિલ્મમાં બે પાત્રો વચ્ચે તડાફડીવાળો સંવાદ અચાનક મૌન થાય છે કે જ્યારે,અ: હા તો માઇનૉરિટીને દબાવો તો હથિયાર જ ઉઠાવે ને!બ : કાશ્મીરી પંડિતોએ