એક પૂનમની રાત - પ્રકરણ-88

(97)
  • 6.5k
  • 1
  • 4.4k

એક પૂનમની રાત પ્રકરણ -૮૮ પુરાત્વખાતાની ઓફિસમાં ચુપકીદી હતી. ડો.દેવદત્ત ખુરાનાજી પૌરાણિક જગ્યાઓનું સવિસ્તર વર્ણન કરી રહેલાં. ભારતમાં પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો, પૌરાણિક ખંડેર થયેલી વાવ, મહેલ બધાનું વર્ણન સાંભળી બધાંજ એક ચિત્તે સાંભળી રહેલાં. દેવાંશ એકચિત્તે એક એક શબ્દ મનમાં ઉતારી રહેલો.બધાનું ધ્યાન દેવદત્તજી તરફ હતું અને અચાનક દેવદત્તજીએ કાર્તિક્ને ઉભો કર્યો અને એને નદી તટના પૌરાણિક મંદિરો અને બીજી જે કઈ માહિતી હોય જણાવવા કહ્યું. કાર્તિકને માથે પરસેવો વળી રહેલો. દેવદત્તજીએ કહ્યું મેં તને પ્રશ્ન કર્યો છે. મને રીપોર્ટ આપ. કાર્તિકે કહ્યું હાં સર એમ કહી એણે વિશ્વામીત્રી નદીમાં મંદિરોનાં નામ જણાવ્યાં દેવદત્તજીએ કહ્યું નામ નહીં મને સવિસ્તર