આપવિતી

(11)
  • 2.5k
  • 3
  • 920

દિનાંક ૧૧/૮/૨૦૧૬આજની રાત મન ખુબ આકુળવ્યાકુળ હતું, કઈ જ ગમતું નહોતું. ઘડીક આમ અને ઘડીક આમ પડખા ફરી રહી હતી, આંખમાં ઊંઘની જગ્યાએ આંસુ હતા. આટલી બધી લાચાર અને વિવશ મેં મારી જાતને ક્યારેય અનુભવી નહોતી. હા, આ મેં લીધેલ ડિવોર્સની એ અસર હતી કે મેં જન્મ આપેલ મારા પુત્રને હું આજરોજ મળી શકી નહોતી. દિવસ તો મારો જોબ પર અને ઘરના કામ માં પસાર થઈ ગયો પણ રાત ખુબ અકળાવતી હતી. આ શિક્ષિત પરિવારની દીકરી, અને એક શિક્ષિત મા ની આટલી ખરાબ લાચારી મેં નહીં જોઈ કે નહીં અનુભવી, આજ એ અનુભવ થયો કે બહુ જ સંસ્કારી રહેવાનું કેવું