કિડનેપર કોણ? - 7

(14)
  • 2.7k
  • 4
  • 1.8k

(મંત્ર ના મમ્મી પપ્પા ની પૂછતાછ પછી,રાજે નોકરો ને ચકાસવાનું ચાલુ કર્યું.હવે જોઈએ રાજ ને આમાંથી જ કોઈ બાતમી મળે છે,કે પછી કોઈ નવું જ નામ ઉમેરાશે?) છેનું ની પૂછતાછ બાદ રાજ ને એની તરફ કોઈ ખાસ શંકા ના જણાઈ.ત્યારબાદ તેને બીજા ની પૂછપરછ ચાલુ કરી. તારું શુ નામ છે?એક ત્રીસ ની આસપાસ લાગતી સ્ત્રી તરફ જોઈ ને રાજે પૂછ્યું. મારુ નામ છવી છે સાહેબ.હું પણ ઘર ની સાફ સફાઈ અને બા નું અને ભાભી નું નાનું મોટું કામ કરાવું છું.અને રસોઈ માં મહારાજ ને મદદ કરું.ક્યારેક બાળકો ને પણ સાચવું.અને ક્યારેક બાને પગે માલિશ પણ કરી દવ.અને જો એ