લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-5 લગભગ એક-દોઢ મહિના બાદ ….. “જ્યાં સુધી એ તારાં વિષે થોડુંક પણ વિચારતો નઇ થાય ત્યાં સુધી એને કોઈ ફર્ક નહીં પડે.... કોઈ ફર્ક નહીં પડે....” રિક્ષામાં કૉલેજ જઈ રહેલી લાવણ્યા વિશાલે કીધેલી વાતો અને સિદ્ધાર્થ વિષે વિચારી રહી હતી. “સિદ્ધાર્થ માટે તું બહુ નગણ્ય છે....! એને કોઈ ફર્ક નહીં પડે....!” વિશાલનાં એ શબ્દો લાવણ્યાનાં મનમાં હજી પણ પડઘાઈ રહ્યાં હતાં. પોતે સિદ્ધાર્થ માટે “કશુંજ” નથી એ વાતનો એહસાસ જ્યારથી લાવણ્યાને થયો હતો ત્યારથી એ વાત તેણીને સોયની જેમ ચૂભી રહી હતી. ઘર હોય કે કૉલેજ, જાગતાં હોય જમતાં, લાવણ્યાના મનમાંથી સિદ્ધાર્થના વિચારો હટવાનું નામજ