એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૧

  • 4k
  • 1.9k

સોમવારથી નિત્યાને કોલેજ સ્ટાર્ટ કરવાની હતી.એના પગમાં પણ હવે સારી એવી રિકવરી આવી ગઈ હતી.નિત્યા નોર્મલ લોકોની જેમ ઝડપથી તો નહોતી ચાલી શકતી પણ હવે એને ચાલવામાં તકલીફ થતી ન હતી.રવિવારનો દિવસ હતો.નિત્યા કોલેજ જવા ખૂબ જ એક્સાઇટેડ હતી.નિત્યાએ એની ડાયરી સાથે એની ખુશી વ્યક્ત કરી. * રવિવાર હોવાથી સલોનીના મમ્મી(મિસિસ મહેતા)ઘરના રસોડામાં કઈક બનાવી રહ્યા હતા.સલોની કોફી લેવા માટે રસોડામાં આવી ત્યાં એણે એની મમ્મીને જોઈ.સલોનીના ઘરમાં બધું જ કામ નોકરો દ્વારા થતું હતું.જમવાનું કામ મણિકાકા કરતાં હતાં.આજ એની મમ્મીને રસોડામાં જોઈ સલોની બોલી,"આજ સૂરજ કંઈ બાજુ ઉગ્યો છે" "કેમ?" "મેં પહેલી વાર તારા હાથમાં ફાઇલ અને ફોન સિવાય