‘નાઝ? તું અહીં કેવી રીતે?’ કૌસરે પૂછ્યું. તેના ઘરમાં નાઝ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી હતી. ‘તારી ચાવી તાળામાં જ રહી ગઈ હતી.’ નાઝે તેને તાળું આપ્યું. કૌસરે તેની સામે જોયું. તેની જમણી બાજુ ચાવી નીચે અંગ્રેજી અખબાર હતું, ડાબી બાજુ તેના લાંબા વાળ હતા (હાઇલાઇટ કરાવેલા, સ્ટ્રેટ વાળ) અને ટેબલ ઉપર તેની આંગળીઓ હતી. આંગળીઓ તેની સામે આવી, અને બધી હાર્મોનિયમ વગાડતી હોય તેમ કશુંક માંગવા લાગી. ‘શું?’ ‘કેસ ફાઇલસ.’ નાઝને ચશ્મા તો હતા, પણ તે માંઝરી આખોના કોન્ટેક લેન્સ પહેરતી હતી. તેનું તન સફેદ હતું, વાળ પોનીમાં બંધાયેલા હતા, હોઠ પર લિપસ્ટિક ન હતી, અને એક સામાન્ય મુસ્કાન હતી.