રવિવારે સવારે લગભગ 8 વાગ્યે હું મારા ગામ રૂપલીને લેવા જવા નીકળી. લગભગ 2.30 થી 3.00 કલાકનો રસ્તો હતો. રેડિયો પર જૂના ફિલ્મી ગીતો ચાલુ કરી મેં કાર હંકારી અને લગભગ 11 વાગતા હું ગામ પહોંચવા આવી. ગામમાં જઈ હું પહેલા મારા ઘરે ગઈ ત્યાં થોડી ફ્રેશ થઈને પંદર મિનીટ આરામ કરીને રૂપલીને ત્યાં જવા વિચાર્યું.થોડીવાર આરામથી આંખો મીચીને બેસી રહી. લગભગ પંદર મિનિટ પછી આંખો ખુલી એટલે રૂપલીને ત્યાં જવા નીકળી.રૂપલીના ઘર પાસે પહોંચતા જ જાણે આજે તો રૂપલી મારી આવવાની રાહ જોઈને જ ખાટલો ઢાળીને બેઠી હતી, મને જોતાં જ દોડતી દોડતી આવીને મને ભેટી પડી બોલી વીણાબુન