વંદના - 22

  • 3.5k
  • 1
  • 1.4k

વંદના-22ગત અંકથી ચાલુ.. અમન તેના પિતાની આવી હાલત જોઈને ખૂબ હેબતાઈ ગયો. તેનું મગજ પણ જાણે સુન થઈ ગયું હતું. અચાનક ભગવાને આ તે કેવી પરેશાનીમાં મૂકી દીધા. તે કઈજ સમજાતું નહતું. ડોકટર મોદી પણ બંને બાપ દીકરા ને સાંત્વના આપતા બોલ્યા." જોઓ મિસ્ટર દિલીપભાઈ શાહ તમે આમ હિંમત ના હારો. ભગવાન ઉપર ભરોસો રાખો. આખરી નિર્ણય ભલે ભગવાનનો હોય છતાં પણ અમે અમારી પૂરી કોશિશ કરીશું પ્રીતિબહેન ને બચાવવાની. બાકી તો પછી ઉપરવાળાની મરજી." અમન પોતાની ભીની આંખે ડોકટર મોદી સામે એક જ નજરે જોઈ રહ્યો ડોકટરની વાત ઉપર પોતે શું પ્રતિક્રિયા કરે એ કાઈ સમજમાં જ નહોતું આવતું.