અંગત ડાયરી - એટિટ્યુડ

  • 3.7k
  • 1.2k

શીર્ષક : એટિટ્યુડ ©લેખક : કમલેશ જોષી મારા ભાણીયાએ ટુચકો કહ્યો: "મામા, શિયાળાની ઋતુનો મોટામાં મોટો ફાયદો શું ખબર છે?" મેં નકારમાં માથું ધુણાવ્યું. એ બોલ્યો: "શિયાળામાં ગરમી ન પડે." હું સહેજ હસ્યો. પછી મેં કહ્યું: "એ તારો પોઝીટીવ એટીટ્યુડ છે." ભાણીયાનો પ્રશ્ન: ‘"મામા, એટીટ્યુડ એટલે?" મારો જવાબ: "વલણ, અભિગમ." ભાણીયાની આંખોમાં પ્રશ્નાર્થ. મારો અર્થવિસ્તાર: "કોઈ પણ ઘટના કે વ્યક્તિને જોવા, સમજવાનો આપણો દૃષ્ટિકોણ એટલે એટીટ્યુડ." ફરી ભાણીયાની આંખોમાં પ્રશ્નાર્થ. મારો વધુ એક પ્રયત્ન: "શિયાળાની કડકડતી ઠંડીના રોદણાં રોવાને બદલે તું એનો મોટામાં મોટો ફાયદો શોધી લાવ્યો એ તારો વિચાર, સમજણ, દૃષ્ટિ એટલે એટીટ્યુડ." એક વડીલે કહ્યું: