અંગત ડાયરી - ગુંડાગીરી

  • 3.3k
  • 1.1k

શીર્ષક : ગુંડાગીરી ©લેખક : કમલેશ જોષી એક સવારે મારા ભાણીયાએ મને પૂછ્યું : "મામા, ગુંડો એટલે?" બાળકને થતાં પ્રશ્નો એકદમ મૌલિક હોય છે. વળી એના જવાબો પણ એના પોતાના લેવલેથી, એમની સીમિત સમજણના લેવલેથી જ આપવા પડે. ઘણી વખત આ કામ બહુ અઘરું બની જતું હોય છો. મેં કહ્યું, "ગુંડો એટલે બદમાશ, તોફાની." એ તરત જ બોલ્યો, "તો તો હું પણ ગુંડો છું ને? મમ્મી મને ઘણીવાર તોફાની કહે છે." મને એની નિર્દોષતા પર હસવું આવ્યું પણ મેં જોયું, એના ચહેરા પર નામોશી હતી. મને નવાઈ લાગી. ‘પોતે ગુંડો છે’ એ વાતનો અફસોસ એના ચહેરા પર દેખાતો