અંગત ડાયરી - ભાડાનું મકાન

  • 4k
  • 1.3k

શીર્ષક : ભાડાનું મકાન ©લેખક : કમલેશ જોષી ‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં’. સુવિખ્યાત ભજનની આ કડી આપણે ઘણીવાર ગાઈ-સાંભળી હશે, પણ આ કડીનો અનુભવ-અહેસાસ સવારે ચાની ચુસ્કીઓ લેતી વખતે થાય એના કરતાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે વધુ અસરકારક રીતે થતો હોય છે. એક સંતે તો કહ્યું છે કે મૃત્યુ એ રોજેરોજ બનતી ઘટના છે. આજ તમે જેવા છો એવા જ એકઝેટ ગઈકાલે નહોતા અને આવતી કાલે નહિ હો. ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક ત્રણેય બદલાઈ રહ્યા છે. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક કહેતા, ‘આપણા દેશમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા ખંડ ઉમેરાય છે.’