જાગૃત મતદાતા કોને કહેવાય? ©લેખક : કમલેશ જોષી એક મિત્રે કહ્યું: "આપણા દેશમાં નાગરિકોની સંખ્યા ઓછી છે એટલે આપણા દેશના વિકાસની ગતિ ધીમી છે.” મને નવાઈ લાગી. દુનિયા આખીમાં વસ્તીની દૃષ્ટિએ ચીન પછી ભારતનું સ્થાન છે એ તો જગજાહેર વાત હતી. મેં મિત્રને કહ્યું: "સવા અબજ ઓછા કહેવાય?" મિત્રે મારી આંખોમાં આંખો પરોવી મર્માળુ હસતા કહ્યું: "મેં વસ્તીની નહિં, નાગરિકોની વાત કરી છે." તે સહેજ ખિન્ન અવાજે બોલ્યો, "વસ્તી અને નાગરિકોમાં બહુ ફર્ક છે. નગરના તમામ નિયમોનું જે ચુસ્તપણે પાલન કરે, એવું કરવામાં એ સ્વમાન અનુભવે, ગૌરવ અનુભવે એને જ એ નગરનો નાગરિક કહેવાય. એમાંય આપણે તો લોકશાહીમાં