મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા

  • 3.7k
  • 1.6k

સર્જક : અલ્પા મ. પુરોહિત (વડોદરા)(જ્યોતિકળશ વાર્તા મેગેઝિનમાં પ્રોત્સાહન ઈનામ પ્રાપ્ત કરેલ વાર્તા)તારીખ : ૧૫-૦૨-૨૦૨૨ભલે કહે ઈતિહાસ, પ્રેમમાં કામ નથી બુદ્ધિજીવીનુંપણ, જ્યારે બુદ્ધિથી જ થઈ જાય પ્રેમ તો પ્રેમ શું કરે?પ્રેમ સાંજે ચાર વાગ્યાનો ઓરડાની સજાવટમાં પરોવાઈ ગયો હતો. ઓવનમાં બેક થઈ રહેલાં વેજીટેબલ્સ વીથ ચીઝ સોસની સોડમ આખાંયે ઘરમાં ફેલાઈ ચૂકી હતી. ફ્રીઝરમાં મેંગો અને ગ્વાવા આઇસ્ક્રીમ ચર્ન કરીને સેટ કરી દેવાયાં હતાં. બાર્બેક્યુઝ તે બંનેની પસંદનું સ્ટાર્ટર હતું. તેના માટે પણ ચીઝ, પનીર, ટામેટાં, કેપ્સીકમ, બટાટા, એકદમ એક-એક સ્કવેર ઇંચનાં ટુકડામાં કાપી મેરીનેટ કરવા મૂકી દીધાં હતાં. બસ આથી વધારે કાંઈ બનાવવાની જરૂર ન હતી. આટલામાં તો મેધા