પરિતા - ભાગ - 7

  • 3.5k
  • 2.1k

પરિતાને પોતાની સાસુ સાથે ફાવી રહ્યું નહોતું. નાની - નાની વાતમાં એને સાસુ સાથે વાંકું પડવા લાગ્યું હતું. પોતે આધુનિક વિચારો ધરાવતી હતી એટલે એને સાસુનાં વિચારો, એમની વાતો, એમની હરકતો, એમનાં રિવાજો, કામ કરવાની એમની રીત, વગેરે એને જુદાં અને જુનાં લાગી રહ્યાં હતાં. જોકે પોતે સાસુને મોઢાં પર કંઈ કહેતી નહિ પણ આખો દિવસ એમની સાથે રહેવાનું હોવાથી એમની વાતો સાંભળીને અને એમની ટેવોને જોઈને એને મનોમન અકળામણ થઈ આવતી હતી. સમર્થ પણ પોતાનાં કામમાં હવે પહેલા કરતાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો હતો ને પરિતા કંઈ કહેવા જાય તો એને 'બહુ ટેન્શન છે.' એમ કહી ટાળી દેતો હતો. એટલે