નારી તું નારાયણી

  • 4k
  • 2
  • 1.4k

નારી તું નારાયણી અમરાવતીમાં રહેતા અને કારકૂનની નોકરી કરતા આર્થિક રીતે નબળા એવા અમરીશ પવારને પોતાની એકની એક દીકરી શ્રદ્ધાના લગ્નની ખૂબ જ ચિંતા થતી હતી. પચ્ચીસ વરસની ગ્રેજ્યુએટ થયેલી દેખાવમાં ખૂબ સુંદર અને સંસ્કારી શ્રદ્ધા માટે દહેજની ચાલતી હજી કાળી પ્રથાના કારણે કોઇ સારા કુટુંબમાં લગ્નની વાત ગોઠવાતી ન હતી. જેના કારણે અમરીશભાઇ અને તેમની પત્ની રમાબેન ખૂબ જ ચિંતામાં રહેતા હતાં. 'તમે બંન્ને મારા લગ્નની ચિંતા ન કરો. નસીબમાં લગ્ન લખ્યા હશે તો થશે.' શ્રદ્ધા માતા-પિતા બંન્નેને સાંત્વના આપતા સમજાવતી હતી. અમરીશભાઇએ પોતાની એકની એક દીકરી શ્રદ્ધાને પોતે ગરીબાઇના વમળમાં ફસાયેલા હોવા છતાં ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ