આપણી ભૂરી - ગામની ભૂરી

  • 4.2k
  • 1.5k

આપણી ભૂરી - ગામની ભૂરીએ નાનાં ગામના પરા વિસ્તારના છેવાડાના થોડા નળિયાવાળા મકાનોની વચ્ચેના ફળિયામાં ગામના લોકોનાં ટોળે ટોળા ભેગા થયા હતા... શોર બકોર નો અવાજ ને સાથોસાથ હૃદય ચીરી નાંખે એવું આક્રંદ રુદન, જે અવાજે - ફળિયાના એક ખૂણામાંથી આખા ગામને શોકમાં ડુબાડી દીધા હતા... ! જોતજોતમાં ખીમજીકાકાની ડેલીએ માણસોના ટોળા ઉમટી પડ્યા હતા...! એક બાજુ ખીમજીકાકાને છ-સાત જણ એક સાથે જકડીને-પકડીને માંડ માંડ બેસાડી શાંત રાખવા પ્રયત્ન કરે ને બીજી બાજુ એની ઘરવાળી ખીમિકાકીનું હૈયાફાટ રુદન - ચીંસ, બરાડા, ચિત્કાર થી ભરેલું...! " મારી દીકરીને નરાધમ ભરખી ગયો...સાલા મૂઆ... તેર વર્ષની દીકરી હતી... જિંદગી... બગાડી...નાંખી..ને ભરખી ગયો...! તારું